Home> Gujarat
Advertisement
Prev
Next

પાટણ: હોટલમાં રાત્રિ ભોજન દરમિયાન 11 લોકોને ફૂડ પોઈઝનિંગ, 3ની તબિયત નાજુક

સમીના વરાણા પાસે આવેલી એક  હોટલમાં રાત્રી ભોજન દરમિયાન ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવતા હાહાકાર મચ્યો છે. ફૂડ પોઈઝનિંગના આ કેસમાં 11 લોકોની તબિયત લથડી છે જેમને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા છે. 

પાટણ: હોટલમાં રાત્રિ ભોજન દરમિયાન 11 લોકોને ફૂડ પોઈઝનિંગ, 3ની તબિયત નાજુક

પ્રેમલ ત્રિવેદી, પાટણ: સમીના વરાણા પાસે આવેલી એક  હોટલમાં રાત્રી ભોજન દરમિયાન ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવતા હાહાકાર મચ્યો છે. ફૂડ પોઈઝનિંગના આ કેસમાં 11 લોકોની તબિયત લથડી છે જેમને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા છે. 

મળતી માહિતી મુજબ પાટણના સમીના વરાણા પાસે આવેલી હોટલ ખોડિયારમાં ગત રાતે રાત્રી ભોજન વખતે 11 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. આ લોકો ફિક્સ થાળીનું ભોજન આરોગી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની તબિયત લથડી. એક યુવકને તો લોહીની ઉલટીઓ થઈ. અસરગ્રસ્તોને તાબડતોબ સમી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. 

જુઓ LIVE TV

જે 11 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે તેમાંથી 3 લોકોની તબિયત નાજુક છે. મહિલાઓ અને બાળકો પણ આ ફૂડ પોઈઝનિંગની ચપેટમાં આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More